Jump to content

નોંધણી ન થયેલ સભ્ય

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Unregistered user and the translation is 30% complete.
Outdated translations are marked like this.

વપરાશકર્તા કે જે લોગ ઈન નથી થતા તેઓ નોંધણી ન થયેલ સભ્ય, અથવા આઈ. પી. સભ્યો કહેવામાં આવે છે. આવા સભ્યો એવાં પાનાં સંપાદિત કરી શકે છે કે જે સુરક્ષિત અથવા અર્ધ સુરક્ષિત ન હોય; તેમના સંપાદનો પાનાંના ઈતિહાસમાં તેમના આઈ. પી. સરનામા, કે જેના પરથી તેમણે ફેરફાર કર્યો તેની સાથે જોવા મળશે.

વિકિમિડિયા વિકિ પર, નોંધણી ન થયેલા સભ્યોને મૂળભૂત રીતે નોંધણી થયેલા સભ્યો કરતાં બહુ સામાન્ય ગેરલાભ રહેતા, પણ સમય જતાં વધુ સુવિધાઓ તેમના માટે ઉપલબ્ધ બની છે. નોંધણી ન થયેલા સભ્યો પાનાંનું નામ બદલી શકતા નથી, મીડિયા ચડાવી શકતા નથી અને ધ્યાનસૂચિ રાખી શકતા નથી. અંગ્રેજી અને ફારસી વિકિપિડિયા પર તેઓ ચર્ચા નામસ્થળ સિવાયનાં પાનાં બનાવી શકતા નથી. કારણ કે આઈ. પી. સરનામા ક્યારેક ડાયનામિક હોય છે, તેથી આઈ. પી. પરનું સભ્ય પાનું અવ્યવહારિક છે, અને તેથી જ કેટલાક વિકિ પર તેની છૂટ નથી. નોંધણી ન થયેલ સભ્યોને ક્યારેક અમુક પ્રક્રિયામાં ભાગ નથી લેવા દેવાતો જેમ કે, રદ કરવાની અથવા મંજૂર કરવાની ચર્ચા, અથવા તો નિયંત્રિત રીતે ભાગ લેવા દેવાય છે (દા.ત. ટિપ્પણી મૂકી શકે છે, પરંતુ મત આપી શકતા નથી).

નોંધણી ન થયેલ સભ્યો નાનું સંપાદનનો વિકલ્પ પણ પસંદ નથી કરી શકતા કારણ કે તેને લીધે ક્યારેક મલિન ભાવના ધરાવનાર સભ્ય અનિચ્છનીય સંપાદન કરે અને તે લાંબા સમય સુધી ધ્યાન પર ન પણ ચડે.

નોંધણી ન થયેલ સભ્યો ક્યારેક ઉપનામ (વિકિમિડિયાના પ્રકલ્પો પર સભ્યનામ મોટાભાગે સાચા નામ નહિ પરંતુ ઉપનામ હોય છે.) ધરાવતા સભ્યોથી વિરુદ્ધ અનામી સભ્યો તરીકે ઓળખાય છે. જો કે, આ અસ્પષ્ટ છે અને સાચા અર્થમાં કહીએ તો ખોટું છે. નોંધણી ન થયેલ સભ્યના સરનામું જાહેરમાં દેખાતું હોય છે અને તેની મદદથી તે સભ્યનું ભૌગોલિક સ્થાન અને/અથવા સંગઠન કે જ્યાંથી તે યોગદાન આપે છે તે જાણી શકાય છે. ઉપરાંત કેટલાક તીવ્ર કાયદાકિય કિસ્સાઓમાં સંગણક કે જેનાથી સભ્ય યોગદાન કરે છે તે પણ ISPને અદાલતી ફરમાન દ્વારા ઓળખી શકાય છે, અને તે રીતે છેવટે સભ્યની ઓળખ કરી શકાય છે. આ અર્થમાં જોઈએ તો નોંધણી ન થયેલ સભ્ય નોંધાયેલ સભ્ય કે જે પોતાની વ્યક્તિગત માહિતી આપતા નથી તેમના કરતાં ઓછા અનામી છે.

History

આ પણ જુઓ