ટેક/સમાચાર/૨૦૧૪/૨૩
Appearance
Outdated translations are marked like this.
ટેક સમાચાર અઠવાડિક તમને અને તમારા વિકિમિડિઆ મિત્રોને અસર કરી શકતા તાજેતરમાં થયેલા સોફ્ટવેર ફેરફારો ધ્યાન રાખવામાં મદદ કરે છે. સબસ્ક્રાઇબ અને યોગદાન કરો.
previous | 2014, week 23 (Monday 02 June 2014) | next |
વિકિમિડિઆ ટેકનિકલ સમુદાય તરફથી નવીન ટેક સમાચાર. મહેરબાની કરીને બીજા સભ્યોને આ ફેરફારો વિશે માહિતી આપો. જોકે બધાં જ ફેરફારો તમને અસર કરશે નહી. ભાષાંતરો પ્રાપ્ત છે.
તાજેતરના સોફ્ટવેર ફેરફારો
- મિડીઆવિકિની નવીન આવૃત્તિ (1.24wmf7) ટેસ્ટ વિકિઓ અને મિડીઆવિકિ.ઓર્ગમાં ૨૯ મે ના રોજ ઉમેરવામાં આવી છે. તે વિકિપીડિઆ સિવાયની વિકિઓમાં ૩ જુન, અને બીજા બધાં વિકિપીડિઆમાં ૫ જુન ના રોજ ઉમેરવામાં આવશે (calendar).
- ૧૦૦,૦૦૦ કરતા આછા પાનાંઓ ધરાવતી વિકિપીડિઆ પર સિરસસર્ચ ૩૦ મે ના રોજ પ્રાથમિક શોધ તરીકે સક્રિય કરવામાં આવી હતી. [૧]
વિઝ્યુલએડિટર સમાચાર
- ટેમ્પલેટ (ઢાંચો) જે બીજા ટેમ્પલેટ પર વાળે છે તે હવે તેમના લક્ષ્ય પર ટેમ્પલેટડેટા મેળવશે. [૨]
- પેજટ્રિઆગ એક્સટેન્શનની સાધનપટ્ટી હવે તમને વિઝ્યુલએડિટરમાં તમારો ફેરફાર સંગ્રહ કર્યા પછી દેખાશે નહી. [૩] [૪]
- વિઝ્યુલએડિટર હવે ભાંગેલા ચિહ્નોને દર્શાવતા અટકાવવા માટે તમારું બ્રાઉઝર SVG ને આધાર આપે છે કે નહી તે ચકાસશે. [૫]
- હવે ટેમ્પલેટડેટા પરિમાણ માટે નવો પ્રકાર ઉમેરાયેલ છે: તારીખ અને સમય માટે
date
ISO 8601 બંધારણમાં. [૬]
ભવિષ્યના સોફ્ટવેર ફેરફારો
- મિડિઆવ્યુઅર હવે જર્મન (de) અને અંગ્રેજી (en) વિકિપીડિઆ પર ૩ જુનના રોજ સક્રિય કરવામાં આવશે. પ્રતિભાવ આવકાર્ય છે.
- સભ્ય અસ્તિત્વમાં ન હોય એવા યોગદાન પાનાંની મુલાકાત પર તમને ટૂંક સમયમાં ચેતવણી જોવા મળશે. [૭] [૮]
- શોધ ટેબ ટૂંક સમયમાં સભ્ય પ્રાથમિકતાઓમાંથી દૂર કરવામાં આવશે. તમે હવે તમારી શોધ પ્રાથમિકતાઓ Special:Search પર ગોઠવી શકશો. [૯] [૧૦]
- તમે ટૂંક સમયમાં વેક્ટર સ્કિનમાં ક્રિયાઓ મેનુ માટે લેબલનું લખાણ નાનકડા ત્રિકોણ તીરની નજીક જોઇ શકશો. (છબી). [૧૧] [૧૨]
મુશ્કેલીઓ
- ૨૯ મે ના રોજ લગભગ ૨૦ મિનિટો માટે, બધી વિકિઓ રુપરેખાંકન ક્ષતિને કારણે બંધ હતી. [૧૩]
ટેક સમાચાર ટેક એમ્બેસેડર્સ દ્વારા તૈયાર અને મિડીઆવિકિ સંદેશ પરિવહન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા • યોગદાન • ભાષાંતર • મદદ મેળવો • પ્રતિભાવ આપો • સબસ્ક્રાઇબ અથવા અનસબસ્ક્રાઇબ.